ભારતમાં ઘાતક કોરોના વાઈરસના કેટલા કેસ? સ્વાસ્થ્ય મંત્રીએ આપી સંપૂર્ણ જાણકારી

કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ. 

ભારતમાં ઘાતક કોરોના વાઈરસના કેટલા કેસ? સ્વાસ્થ્ય મંત્રીએ આપી સંપૂર્ણ જાણકારી

નવી દિલ્હી: કોરોના વાઈરસ મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને દિલ્હીમાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કેન્દ્રની ટીમે દેશભરમાં પ્રવાસ કર્યો છે. 3 વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં લેબ નાવવા પર વિચાર કરી રહ્યાં છીએ. હર્ષવર્ધને એમ પણ કહ્યું કે શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. ઈટાલીથી આવેલા પર્યટકોમાંથી 15 કોરોના વાઈરસ પોઝિટિવ છે. આગરામાં 6 દર્દીઓ કોરોના વાઈરસ પોઝિટિવ છે. દેશમાં હાલ કોરોના વાઈરસના 28 કેસ ધ્યાનમાં આવ્યાં છે. જેમાંથી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે. 

દેશમાં કોરોના વાઈરસના 28 કેસ, 3 દર્દીઓ સાજા થયા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 28 કન્ફર્મ કેસ સામે આવ્યા છે. જેમાંથી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઈટલીથી ભારત ફરવા આવેલા એક ગ્રુપના 15 લોકો કોરોના વાઈરસથી પીડિત છે. તેમના સંપર્કમાં આવવાના કારણે આ લોકોની સાથે રહેલો એક ભારતીય ચાલક પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે. આ ઉપરાંત દિલ્હીમાં એક વ્યક્તિ, એક વ્યક્તિ હૈદરાબાદમાં અને આગરાના 6 લોકો કોરોનાથી પીડિત છે. દિલ્હીવાળા વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ આગરાના તેના સંબંધીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 

બધી ફ્લાઈટ્સનું સ્ક્રીનિંગ
હર્ષવર્ધને કહ્યું કે પહેલા ફક્ત 12 દેશોના મુસાફરોનું એરપોર્ટ પર ચેકિંગ થતું હતું પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે વિદેશથી આવતી તમામ ફ્લાઈટ્સના મુસાફરોનું ચેકિંગ થશે. 

ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે મોટી યોજના
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારત ઈરાનમાં ફસાયેલા ભારતીઓને બહાર કાઢવાની કોશિશમાં છે. તેમણે કહ્યું કે ભારતથી ચાર વૈજ્ઞાનિકોને ઈરાન મોકલવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ત્યાં લેબ સ્થાપિત કરવા માટે ઉપકરણ મોકલવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે ઈરાનમાં લેબ સ્થાપિત કરીને ત્યાં ભારતીયોની તપાસ કરી તેમને ભારત લાવવામાં આવે. જો કે આ બધુ ઈરાનના સહયોગ પર નિર્ભર રહેશે. 

હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ બનાવવાનો આદેશ
હર્ષવર્ધને કહ્યું કે દેશની તમામ હોસ્પિટલોમાં સારી ક્વોલિટીના આઈસોલેશન વોર્ડ તરત બનાવવાના આદેશ આપ્યા છે. હર્ષવર્ધને કહ્યું કે આ આદેશ અગાઉ પણ હોસ્પિટલોને અપાયો હતો. જોઈન્ટ સેક્રેટરી લેવલના અધિકારીએ દેશની અનેક હોસ્પિટલોની મુલાકાત લીધી છે. તેમણે હોસ્પિટલોમાં હાથ ધરાયેલી સુવિધાઓનું પણ નીરિક્ષણ કર્યું છે. તેમણે જણાવ્યું કે દિલ્હીના અધિકારીઓને આ બીમારીથી બચવાની રીત જણાવવામાં આવી છે. 

દેશમાં અત્યાર સુધી 3000થી વધુ ટેસ્ટ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારતમાં 3000થી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે 15 ટેસ્ટ લેબ પહેલા બનાવવામાં આવી હતી. 19 વધુ બનાવવામાં આવી અને 8 લેબ ગઈ કાલે શરૂ થઈ ગઈ છે જ્યારે કેટલીક આજે શરૂ થશે. 

3 કિમીના દાયરામાં લોકો સાથે સંપર્કની જરૂર
હર્ષવર્ધને કહ્યું કે જ્યાં કોરોના વાઈરસનો મામલો સામે આવ્યો છે  ત્યાંના 3 કિમીના દાયરામાં એક એક ઘરની અંદર જઈને લોકો સાથે સંપર્ક કરવાની જરૂર હોય છે. તેમણે કહ્યું કે દિલ્હીના કેસ બાદ તેમને મળવા આવનારા કુલ 66 લોકોની ટ્રેસિંગ કરાઈ છે. 

જુઓ LIVE TV

પીએમ મોદી હોળી મિલનના કાર્યક્રમમાં નહીં લે ભાગ
ભારત પહોંચી ગયેલા ઘાતક કોરોના વાઈરસના કારણે પીએમ મોદીએ આ વખતે કોઈ પણ હોલી મિલનના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી. કોરોના વાઈરસથી અત્યાર સુધી દુનિયાભરમાં કુલ 3000થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ 25 કન્ફર્મ કેસ નોંધાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news